શુભમન ગિલના બે વિશિષ્ટ રેકોર્ડ

શુભમન ગિલના બે વિશિષ્ટ રેકોર્ડ

શુભમન ગિલના બે વિશિષ્ટ રેકોર્ડ

Blog Article

અમદાવાદમાં ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતના ઉભરતા હીરો, આધારભૂત બેટર શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી પોતાની વન-ડે કેરિયરની સાતમી સદી નોંધાવી હતી. આ સાથે, ગિલે વિશિષ્ટ રેકોર્ડ કર્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ ટેસ્ટ મેચમાં, વન-ડેમાં અને ટી-20માં પણ સદી સાથે ગિલ કોઈપણ એક સ્થળે ત્રણે ફોર્મેટમાં સદી કરનારો સૌપ્રથમ ભારતીય બેટર બન્યો છે.


આ ઉપરાંત, તેણે પોતાની 50મી વન-ડે ઈનિંગમાં 2500 રનનો કુલ સ્કોર વટાવી દીધો હતો, એ રીતે તે વિશ્વમાં 2500 રન કરનારો સૌથી ઝડપી બેટર બની ચૂક્યો છે. અગાઉ આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના હાશિમ આમલાના નામે 53 વન-ડેમાં 2500 રન કરવાનો હતો.તેણે ઇંગ્લૅન્ડ સામે સતત ત્રીજી વન-ડેમાં 50થી વધારે રન પણ કર્યા છે.

Report this page